સમાચાર

પર્યાવરણ દિવસ

ખંભાત નગરપાલિકા, ખંભાત

તારીખ ૦૫ મી જૂન ૨૦૧૭ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ખંભાત નગરપાલિકા દ્વારા કરવામાં આવી અને ભારત સરકારશ્રી તરફથી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અન્વયે ભીનો કચરો તથા સૂકો કચરો એકત્ર કરવા માટે લીધો તથા વાદળી ડસ્ટબીન ડબ્બાનું ખંભાત મત વિસ્તારના માન.ધારાસભ્યશ્રી સંજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વિતરણ કરવામાં આવ્યું. નગરપાલિકાના પ્રમુખશ્રી , એક્જીક્યુટીવ કમીટીના ચેરમેનશ્રી, નગરપાલિકાના વિવિધ કમીટીના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ,કર્મચારીગણ તથા શહેરના નગરજનોએ સ્વચ્છ ભારત મિશનમાં યોગદાનરૂપે શપથ લીધા અને ભીનો કચરો લીલા રંગની પેટી તથા સૂકો કચરો વાદળી રંગની પેટીમાં રાખવાના શપથ લીધા અને નગરજનોને ડસ્ટબીનનું વિતરણ કર્યું.